Kharaghoda village and Details

 Country
 India
State
Gujarat
District
Surendranagar
Population (2001)
 • Total
10,927
Languages
 • Official
Gujarati, Hindi
Time zone
UTC+5:30 (IST)
Vehicle registration
GJ
Website
gujaratindia.com
 Census codes relevant to Kharaghoda (CT) Village

State code: 24
District code: 475
Taluka code: 03790


 ખારાઘોડા ભારતનાં ગુજરાત રાજ્યમાં કચ્છનાં નાનાં રણના છેવાડે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક ગામ છે. મીઠા ઉદ્યોગના વિકાસને કારને આ ગામ મીઠાના વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ખુબ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાના મોટા ભાગના વેપારીઓ ૮ કિ.મી. દૂર આવેલા પાટડી ગામમાં રહે છે.

ખારાઘોડા
— ગામ —



 ખારાઘોડા
ખારાઘોડાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન

મુંબઇ રાજ્યના બ્રિટિશ શાસન દરમ્યાન ખારાધોડા અમદાવાદ જિલ્લાનો ભાગ હતું પણ હવે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. વિરમગામ-ખારાઘોડા રેલ્વે લાઇન ત્યાંના મીઠાના ઉત્પાદનના કારણે બી.બી. એન્ડ સી. આઇ. રેલ્વેના જમાનામાં નાખવામાં આવી હતી. રણના કિનારે આવેલું ખારાઘોડા મીઠાના ઉત્પાદનમાં સૌથી મોખરે હતું. ખારાઘોડાની આસપાસની વસ્તીના મજુર વર્ગને રોકીને ખાનગી પેઢીઓ દ્વારા મીઠું પકવવામાં આવતું. આ મજુરો અગરીયા તરીકે ઓળખાય છે. તેઓ વરસાદના સમયમાં જે પાણી વરસે અને જમીનમાં ઉતરે તેને બોર દ્વારા ખેંચી તેને પાટા નામે ઓળખાતા મીઠાનાં ખેતરોમાં ભરી તેના દ્વારા કાદવ જેવી થયેલી માટીને પગ દ્વારા કેળવતા. ત્યારબાદ તેમાં ક્ષાર વાળું પાણી ભરી રાખતા. તાપના કારણે પાણી ઉડી જઇ પાછળ બચેલું મીઠું દાંતી દ્વારા ખેંચી રેલ્વેના વેગનોમાં ભરી ખારાધોડા લાવવામાં આવતું જ્યાંથી દેશભરમાં તેની નિકાસ થતી.

કૂવાના ખારા પાણી દ્વારા પકવવામાં આવતા મીઠાને વરાગડું કહેવાય છે.

એક જમાનામાં મુંબઇના ટેક્સી ડ્રાઇવરો અહીં ટ્રક ચલાવવા આવતા. કારણકે, ઉનાળામાં મીઠું અગરમાંથી ખેંચાય તે દરમ્યાન અહીં રોજીની ખૂબ તકો ઉભી થતી. પરંતુ ઋતુ ન હોય ત્યારે ગામમાં રોજી ન હોવાથી ગામની જનતાની પ્રગતિ જોઇએ તેવી થઇ ન હતી.

Comments

Popular posts from this blog

RAMAYAN

AK VICHAR